ગાંધીધામનાં ભારાપરની કંપનીમાં પતરાંના શેડ પરથી પટકાતાં શ્રમિક યુવાનનું મોત
copy image

ગાંધીધામનાં ભારાપરની કંપનીમાં પતરાંના શેડ પરથી પટકાતાં 39 વર્ષીય યુવાનનું મોત થયું છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામનાં રોટરી નગરમાં રહેતો તેમજ ભારાપર ગામે તેરાપંથ કંપનીમાં કામ કરતો અશોક નામનો યુવાન ગત દિવસે બપોરના સમયે કંપનીના પતરાંના શેડ ઉપર કામ કરી રહ્યો હતો તે દરમ્યાન ઉપરથી નીચે પટકાતાં તેમને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. આ બનાવમાં ગંભીર ઇજાઓના પગલે તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.