શિવલખામાં 21 વર્ષીય યુવાનનો આપઘાત

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ શિવલખામાં 21 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉના શિવલખામાં સુરેશ રાધુભાઈ કોલી નામના શખ્સે જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. હતભાગી તા. 08/04ની સાંજથી બીજા દિવસે બપોર સુધીના સમયગાળા દરમ્યાન કોઈ અકળ કારણોસર તળાવ નજીક બાવળોની ઝાડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.