ગાંધીધામનાં ગળપાદરમાં 55 વર્ષીય આધેડએ જીવ ત્યાગ્યો
copy image

ગાંધીધામનાં ગળપાદરમાં 55 વર્ષીય આધેડએ ગળે ફાંસો ખાઈ જીવનનો ત્યાગ કરી દીધો હતો. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામનાં ગળપાદરમાં જુમા જેઠાભાઈ મહેશ્વરી નામના આધેડે જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. ભવાનીનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ઝુંપડપટ્ટીમાં રહેતા જુમાભાઈએ કોઈ અગમ્ય કારણોસર ઘરનાં બાથરૂમમાં દોરીથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.