મેઘપર બોરીચી વિસ્તારમાં બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું

copy image

copy image

  અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચી વિસ્તારમાં બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ચોર ઈશમો અહીથી લાખોની મત્તા પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા. ગત તા.7/4ના બપોરથી રાતના સમયગાળા દરમ્યાન નેન્સી રેસીડેન્સી-3માં આવેલાં મકાન નં.8માં આ ચોરીનો બનાવ બન્યો હતો. ચોર ઈશમો મકાનમાં રૂમની ઉપરનું સિમેન્ટનું પતરું  તોડીને અંદર પ્રવેશ્યા હતા. અજાણ્યા આરોપી શખ્સોએ અહીથી રોકડા અને સોના ચાંદીના દાગીના સહિત કુલ કુલ રૂા.1,70,500નાં આભૂષણોની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.