ભચાઉના કટારિયાના સીમમાં સામાન્ય મુદ્દે એક શખ્સે ટ્રકચાલક પર છરી વડે હુમલો કરી દેતાં ફરિયાદ નોંધાઈ

copy image

copy image

  ભચાઉના કટારિયાના સીમ વિસ્તારમાં સામાન્ય મુદ્દે એક શખ્સે ટ્રકચાલક પર છરી વડે હુમલો કરી દેતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા.9/4ના રોજ રાતના સમયે આ બનાવ મોરબી – સામખિયાળી ધોરીમાર્ગ પર યુપી બિહાર  હોટલની સામે બન્યો હતો. આ મામલે ગાંધીધામના ગહિનારામ  સુરજિતકુમાર મંગોતરા દ્વારા આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ઈજાગ્રસ્ત ટ્રકચાલક  અને  આરોપી  હોટલમાં સાથે જમ્યા હતા. ત્યારબાદ જમવાના પૈસા આપવા મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઝગડા દરમ્યાન આરોપી શખ્સે ઉશ્કેરાઈ જઈ અને ફરિયાદી પર છરી વડે  પ્રાણધાતક હુમલો કરી દિધો હતો. આ બનાવમાં ફરિયાદી ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.