માધાપર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગૌ-હત્યાના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વાય.કે. પરમાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. પંકજકુમાર કુશ્વાહા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજાનાઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પંકજકુમાર કુશ્વાહા તથા સુરેન્દ્રસિંહ ઝાલાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, માધાપર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગૌ-હત્યાના ગુન્હા કામે પોલીસ તપાસથી નાસતો ફરતો આરોપી અનવર જાનમામદ મંધરીયા રહે. બોલાડી તા.ભુજ વાળો બી.કે.ટી કંપનીની સામે આવેલ દંગા પડાવ પાસે હાજર છે. જે સચોટ બાતમી હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેની પુછપરછ કરતા માધાપર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગૌ-હત્યાના ગુના કામે ધરપકડથી નાસતો ફરતો હોવાની હકીકત જણાવતા તે બાબતે તપાસ કરતા નીચે મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી મજકુર ઇસમની અટકાયત કરી પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
- પકડાયેલ આરોપી
►અકબર જાનમામદ મંધરીયા ઉ.વ.૩૨ રહે. બોલાડી તા.ભુજ
- નીચેના ગુનામાં નાસતો ફરતો હતો
માધાપર પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૫૦૩૯૨૪૦૪૫૪/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૨૯૯,૩૨૫,૫૪ તથા પ્રાણીઓની સાચવણી અંગેનો અધિનિયમ કલમ-૫(૧)(૧એ), ૮(૨),૮(૪), ૧૦ તથા પશુઓ પ્રત્યેનો ઘાતીયપણુ અટકાવવાનો અધિનિયમ કલમ-૧૧(૧)(આઇ) મુજબ.