8 વર્ષ બાદ જાગૃતિ બેનના ઘરે ભગવાન જગન્નાથજીનું મામેરું કરવાનો અવસર આવ્યો

શહેરની સૌથી મોટી અને પ્રસિદ્ધ જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ દર વર્ષે મામેરાથી શરુ કરવામાં આવી હોય છે, ત્યારે આ વર્ષના મામેરા માટે સરસપુર રણછોડરાયજી મંદિર ખાતે ડ્રો કરી લકી યજમાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
મામેરા માટેના યજમાન બનવા માટે 6 લોકોએ નામ લખાવ્યા હતા. ચીઠ્ઠીમાં 6 લોકોના નામ લખી ભગવાન રણછોડરાયજીની સામે નાની બાળકીઓ દ્વારા ચિઠ્ઠી લેવામાં આવી હતી. જેમાં વાસણામાં રહેતા જાગૃતીબેન ત્રિવેદીનું નામ જાહેર કરાયું છે.
વાસણમાં રહેતા જાગૃતિબેન ત્રિવેદીના જણાવ્યા અનુસાર અમારા ત્રિવેદી પરિવાર દ્વારા છેલ્લા 8 વર્ષથી યજમાન બનવા માટે રાહ જોતા હતા. 8 વર્ષ બાદ જાગૃતિ બેનના ઘરે ભગવાન જગન્નાથજી મામેરું કરવાનો અવસર આવ્યો છે. આ વર્ષના મામેરાની ઉજવણીમાં સમગ્ર વાસણ ગામ જોડાશે. મામેરા સમયે અમારા પરિવારને ભક્તો દ્વારા 4 દિવસીય ઉત્સવની ઉજવણી પણ કરવામાં આવશે. તેમને વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે મામેરા યજમાનની પરિવારની દીકરીઓ દાગીના અને વાઘા તૈયાર કરશે, લગ્ન પ્રસંગની જેમ ભગવાનનું મોસાળું કરવામાં આવશે.
રિપોર્ટ બાય : અશ્વિન લિંબાચિયા, અમદાવાદ