આનંલ કોટક દ્વારા અનોખા અંદાજમાં નવી રેસ્ટોરેન્ટ ‘522’નો શુંભારંભ કરાયો

શહેરીજનો સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણી શકે તે માટે આનંલ કોટક દ્વારા તેમની નવી રેસ્ટોરેન્ટ ‘522’નો શુંભારંભ એક અનોખા અંદાજમાં કરવામાં આવ્યો. આ રેસ્ટોરન્ટના ઉદ્ઘાટન પ્રસંગે આનલ કોટક દ્વારા સી ટીમના મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓને સન્માનિત કરીને તેમની સેવાને બિરદાવવામાં આવી હતી.
આનલ કોટકે જણાવ્યું, “આપણે શહેરમાં શાંતિથી મુક્ત રીતે હરીફરી શકીએ છીએ, કારણકે આપણે જાણીએ છીએ કે આપણી સુરક્ષા સી ટીમના હાથોમાં છે, જેઓ ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને સલામતી પૂરી પાડવા માટે ચોવીસ કલાક ખડેપગે હોય છે. શ્રીમતી લિપી ખંડાર સાથે મળીને અમદાવાદ સી ટીમની મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓનું સન્માન કરીને તમામ મહિલાઓ વતી કૃતજ્ઞતા વ્યક્ત કરી રહી છું.”

રિપોર્ટ બાય : અશ્વિન લિંબાચિયા, અમદાવાદ