લખપત મુધાનમાં કંપનીનું કોન્ટ્રાક્ટ કામ બંધ કરાવવા ધાકધમકી કરવાના પ્રકરણમાં આઠ વિરુદ્ધ ફરિયાદ
copy image

લખપત ખાતે આવેલ મુધાનમાં ભગવતી બિલ્ડ. ઇન્ફ્રા. કંપનીમાં કાંકરાનો કોન્ટ્રાક્ટ ચલાવતા ફરિયાદીને કામ બંધ કરી દેવા ધાકધમકી કરનાર આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કોન્ટ્રાક્ટર જાલુભા હઠુભા સોઢાએ આ મામલે ફરિયાદ દાખલ કરાવેલ છે. જે અનુસાર ગત તા. 11/4ના બપોરે બોલેરોથી જઈ રહ્યા હતા તે દરમ્યાન આરોપી શખ્સ રસ્તા વચ્ચે લોડર આડું મૂકી રસ્તો બંધ કરી દેતાં ફરિયાદીએ લોડર સાઇડમાં કરવા કહેતાં ઉશ્કેરાઇ ગાળો આપી હતી. ઉપરાંત અમારા ભાઇ સુરતાજી મુધાન જૂથ ગ્રા.પં.ના સરપંચ છે, તેની પૂર્વમંજૂરી વગર કંપનીને તમે કોઇ પણ ચીજ-વસ્તુ આપશો કે પહોંચાડશો તો સારું નહીં થાય. તારા કંપનીના કામ બંધ કરી દેજે નહિતર જાનથી મારી રણમાં દાટી દેશું તેવી ધમકી આપી પણ હતી. આ મામલે ગામના જ આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.