ગુજરાતના ગીર સોમનાથમાંથી ગોઝારો બનાવ આવ્યો સામે : બેનાં મોત સાત ઘાયલ
copy image

સૂત્રો જણાવી રહયા છે ગુજરાતના ગીર સોમનાથમાંથી ગોઝારો બનાવ સામે આવી રહ્યો છે જેમાં લોકો પર ટ્રકે પલ્ટી મારી જતાં બેનાં મોત થયા છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગીર સોમનાથમાં અકસ્માત જોવા ઉભા રહેલા લોકો પર ટ્રક પલટી મારી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા તેમજ સાતથી વધુ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.