અબડાસા ખાતે આવેલ વિંઝાણમાં આધેડ મહિલાએ એસિડ ગટગટાવી લેતા મોત

Pesticide-poisoning-suicide

copy image

copy image

 અબડાસા ખાતે આવેલ વિંઝાણમાં 40 વર્ષીય આધેડ મહિલાએ એસિડ ગટગટાવી લેતા મોત નીપજયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વિંઝાણમાં રહેતા શરીફાબાઇએ કોઇ અકળ કારણોસર પોતાના ઘરે એસિડ ગટગટાવી લીધું હતું. બનાવની જાણ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. બાદમાં વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં, પરંતુ સારવાર કારગત ન નીવડતાં તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.