અંજારનાં મેઘપર બોરીચીની સોસાયટીમાં મકાનનો સોદો કર્યા બાદ રૂા. ત્રણ લાખ લેવા છતાં દસ્તાવેજ માટે કાગળિયા ન આપી વિશ્વાસઘાત કરનાર શખ્સ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image

અંજારનાં મેઘપર બોરીચીની સોસાયટીમાં મકાનનો સોદો કર્યા બાદ રૂા. ત્રણ લાખ લેવા છતાં દસ્તાવેજ માટે કાગળિયા ન આપી રૂપિયા પરત ન આપતાં આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના 9-બી વિસ્તારમાં રહી યોગા શિક્ષક તરીકે કામ કરનાર ત્રિપ્તીસિંઘ અરવિંદાસિંઘ દ્વારા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ફરિયાદીના પરિવારને નવું મકાન લેવાનું હોવાથી નવિન દિલીપ ગઢવીને વાત કરી હતી. તેમણે મેઘપર બોરીચી રાધેક્રિષ્ના સોસાયટીમાં મકાન બતાવ્યું હતું. જે ફરિયાદી અને તેમના પરિવારજનોને પસંદ આવતા રૂા. 22,31,000માં સોદો નક્કી કરવામાં આવેલ હતો. જે અંગે સુથી પેટે રૂા. 51,000 મકાન માલિક એવા આરોપી શખ્સને આપી દેવામાં આવેલ હતા. બાદમાં આરોપીએ વધુ રકમ માગતાં રોકડા રૂા. 2,09,000 તથા 40,000 ઓનલાઇન આપેલ, છતાં બાદમાં સાટાકરાર અંગેનું લખાણ કરાયું હતું. ફરિયાદીને મકાન ઉપર લોન લેવાની હોવાથી તેમણે આરોપી પાસે દસ્તાવેજના કાગળોની માંગ કરી હતી. જે કાગળ પૂરા ન આપતાં ફરિયાદીની લોન થઇ શકી નહોતી. બાદમાં ફરિયાદીએ દસ્તાવેજ પૂરા આપવા અથવા સોદો રદ કરવાનું કહેતા આરોપીએ સોદો રદ કર્યો હતો, પરંતુ રૂા. ત્રણ લાખ પરત ન આપી વિશ્વાસઘાત કર્યો હતો. આ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આ અંગે આગળની વધુ તપાસ આરંભી છે.