આદિપુરના બસ સ્ટેન્ડમાં જાહેરમાં લોકો પાસેથી આંકડા લેતા શખ્સને પોલીસે દબોચ્યો

copy image

આદિપુરના બસ સ્ટેન્ડમાં જાહેરમાં લોકો પાસેથી આંકડા લેતા ઇશમને પોલીસે દબોચી લીધો છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુરના બસ સ્ટેન્ડમાં ગત દિવસે સાંજના અરસામાં ગુરમુખદાસ વીરુમલદાસ સતવાણી નામનો શખ્સ લોકો પાસેથી આંકડો લઇ પેન વડે ડાયરીમાં આંકડા લખી રહ્યો હતો. ત્યારે પોલીસે તેને રંગે હાથ દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ ઈશમ પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.