લખપતના ધારેશીમાં 15 વર્ષીય તરુણીએ પાણીની બોટલમાં ભરેલી આંખમાં છાંટવાની દવા ભૂલથી પી જતાં જીવ ગુમાવ્યો

copy image

લખપત ખાતે આવેલ ધારેશીમાં 15 વર્ષીય તરુણીએ પાણીની બોટલમાં ભરેલી આંખમાં છાંટવાની દવા ભૂલથી પી જતાં જીવ ગુમાવ્યો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત સવારે ધારેશીમાં તરુણી લક્ષ્મીબેને તેમના નાના ભાઇની આંખમાં છાંટવાની દવા પીવાના પાણીની બોટલમાં નાખેલી હતી જે ભૂલથી પી જતાં ઝેરી અસર થઈ હતી. બનાવને પગલે તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવેલ હતી જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ભુજ જઈ રહ્યા હતા જ્યાં રસ્તામાં જ તેનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.