લખપતના મુધાનમાં કંપનીના કોન્ટ્રાક્ટ મામલે ધાકધમકી કરવાના પ્રકરણમાં આઠ વિરુદ્ધ ફરિયાદ

copy image

copy image

  લખપતના મુધાનમાં કંપનીના કોન્ટ્રાક્ટ મામલે ધાકધમકી થતાં આઠ શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે જાલુભા હઠુભા જાડેજા દ્વારા દયાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 15/4ના રાત્રીના સમયે મુધાન સીમ વિસ્તારમાં આવેલ ભગવતી કંપનીમાંથી ફરિયાદી ઘરે આવી રહ્યા હતા તે દરમ્યાન ગેટ આગળ આરોપી શખ્સ બાઇક રસ્તા વચ્ચે રાખી ઊભા રહી રસ્તો રોકતાં તે અંગે ફરિયાદીએ પૂછતાં આરોપીએ તમે અમારા ઉપર ફરિયાદ કેમ કરી ?, અમને પૂછયા વગર કંપનીમાં કામ કેમ કરો છો ?  એમ કહ્યા બાદ ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી કરી ફરિયાદી પર હુમલો કરે દીધો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.