દહીંસરાના મુખ્ય વાલ્વમાં ખામી સર્જાતા પાઇપલાઇન તૂટી : જાહેર માર્ગો પર  પાણી વહી નીકળ્યાં

દહીંસરાના મુખ્ય વાલ્વ ક્ષારયુક્ત કાયાથી ચોકઅપ થઇ જવાના કારણે પાણીની લાઇન તૂટી જતાં જાહેર માર્ગો પર  પાણી વહી નીકળ્યાં હતાં જેને પગલે અનેક મુશ્કેલીઓ સર્જાઇ હોવાનું સામે આવ્યું છે. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે કે મુખ્ય વાલ્વમાં કાયાને કારણે પીવીસી પાઇપલાઇનમાંથી પાણીના ફુવારા ઉડયા હતા. અહી જાહેર રોડ-રસ્તા પર પાણી વહી નીકળતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. ત્યારે પાણી સમિતિની બે કલાકની જહેમત બાદ પાણીના વેડફાટ પર કાબૂ મેળવાયો હતો.