ભુજમાં 16 વર્ષીય કિશોરીનો આપઘાત

copy image

copy image

ભુજની 16 વર્ષીય કિશોરીએ ગઈકાલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે બપોરના સમયે ભુજની રાવલવાડીમાં રહેતી 16 વર્ષીય કિશોરી પલકે જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. તેને કોઈ અગમ્ય કારણોસર પોતાનાં ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં જ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.