મુંદ્રામાં કન્ટેનર લોડિંગ કામ દરમ્યાન પગ પાળા જઈ રહેલ યુવાન મશીનનાં ટાયર તળે કચડાઈ જતાં કાળનો કોળિયો બન્યો
copy image

મુંદ્રા પોર્ટ સી.એફ.એસ.માં કન્ટેનર લોડિંગ કામ દરમ્યાન પગ પાળા જઈ રહેલ મૂળ ઝારખંડ હાલે નાના કપાયાનો યુવાન ઓમકારરામ હરિરામ કલ્માર મશીનનાં ટાયર તળે કચડાઈ જતાં તેનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદ્રા પોર્ટના સી.એફ.એસ. ક્ષેત્રના હનીકોમ સી.એફ.એસ ગત સાંજના અરસામાં આ બનાવ બન્યો હતો. અહી મશીન દ્વારા કન્ટેનરમાં લોડિંગનું કામ ચાલુ હતું. જેની જાણ હતભાગીને હોવા છતાં તે પગે ચાલીને જતો ઓમકારરામ કોઈપણ કારણસર કલ્માર મશીનનાં ટાયરમાં આવી કચડાઈ હયો હતો. આ બાનાવમાં ગંભીર ઇજાઓના પગલે તેનું મોત નીપજયું હતું. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ આદરી છે.