મુંદ્રાના રતાડિયાથી ગુંદાલા તરફ જતા માર્ગે બાઈક સ્લીપ થતાં ગંભીર ઇજાઓના પગલે આધેડનુ મોત

copy image

copy image

મુંદ્રાના રતાડિયાથી ગુંદાલા તરફ જતા માર્ગ પર બાઈક સ્લીપ થઈ જતાં મૂળ નખત્રાણાના અને હાલે રતાડિયા રહેતા 40 વર્ષીય આધેડે જીવ ગુમાવ્યો હતો. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત  તા. 16/4ના મોડી રાત્રીના સમયે દેવરાજભાઈ મુંદ્રાથી પોતાનાં ઘરે રતાડિયા બાઈક પર જઈ રહ્યા હતા તે સમયે ગુંદાલા-રતાડિયા માર્ગ વચ્ચે બાઈક સ્લીપ થઈ જતાં માથાંના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.