ગાંધીધામ-ભચાઉ ધોરીમાર્ગ પર ટ્રેઈલરમાં પાછળથી પૂરપાટ આવતાં ટ્રેઈલરે ટક્કર મારતાં સર્જાયો ગોજારો અકસ્માત : ચાલકનું મોત
copy image

ગાંધીધામ-ભચાઉ ધોરીમાર્ગ પર આગળ જતાં ટ્રેઈલરમાં પાછળથી પૂરપાટ આવતાં ટ્રેઈલરે ટક્કર મારતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલક ચતરસિંહ પન્નાસિંહ રાજપૂતને પગ-છાતીમાં ગંભીર ઈજા પહોંચતાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 15/4ના ગાંધીધામથી ભચાઉ ધોરીમાર્ગે રામદેવપીરનાં મંદિર નજીક લોખંડના પાઈપો ભરીને જતાં ટ્રેઈલરને પાછળથી પૂરપાટ આવેલાં ટ્રેઈલર અથડાયું હતું. સર્જાયેલ અકસ્માતમાં લોખંડના પાઈપો કેબિનમાં ઘૂસી જતાં ચાલક ચતરસિંહ કેબિનમાં ફસાઈ ગયો હતો જેને ભારે જહેમત બાદ બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો, જ્યાં ગંભીર ઇજાઓના પગલે તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.