ભુજમાં પરિણીતાને દહેજ મામલે ત્રાસ આપી બળજબરી ફિનાઈલ પીવડાવનાર પતિ તેમજ સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ

copy image

copy image

  સૂત્રો જણાવી રહ્યા છે આજના યુગમાં પણ ભુજમાં પરિણીતાને દહેજ મુદ્દે સાસુ-સસરાએ ફિનાઈલ પીવડાવ્યાની અને પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે જાહન્વીબેન કુલદીપ સોલંકી દ્વારા પોલીસ મથકે નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર પાંચેક માસ પૂર્વે તેમનાં લગન ભુજની નવી રાવલવાડી, રઘુવંશી નગરમાં કુલદીપ સુરેશભાઈ સોલંકી સાથે થયાં હતાં. આરોપી કુલદીપ તેમજ ફરિયાદીના સાસુ અને સસરા દહેજની માગણી કરી ફરિયાદીને મહેણાંટોણાં આપી શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. ત્યારે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ તા. 4/4ના સાસુ-સસરાએ ફરિયાદી જાહન્વીને પકડી બળજબરીપૂર્વક ફિનાઈલ પીવડાવતાં સારવાર અર્થે લઈ જવામાં આવેલ હતા. ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, બાદમાં પોલીસની હાજરીમાં અને લેખિતમાં આરોપીએ સારી રીતે રાખવાની ખાતરી આપતાં સમાધાનનાં પગલે ફરિયાદ ટળી હતી.   આમ છતાં થોડા જ દિવસોમાં ફરિયાદીના પતિએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીના પિતા મેરુભા ચૌહાણના ઘરની બહાર મૂકી આવ્યા હતા. આ બનાવને પગલે આરોપી ઈશમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.