ગંગાપર ખાતે હનુમાન પ્રાગટ્ય દિવસ નિમિત્તે ત્રિ દિવસીય મહોત્સવનું આયોજન કરાયું હતું

હનુમાન પ્રાગટ્ય દિવસ નિમિત્તે ત્રિ દિવસીય મહોત્સવ નું આયોજન તારીખ 11, 12 અને 13 /04/2025નાં કરવામાં આવ્યું સમસ્ત ભાવિક ભક્તો દ્વારા આ આયોજન અને હનુમાનજી મહારાજના આશીર્વાદથી સફળ રીતે પાર પાડવામાં આવ્યું.
આ કથા ના મુખ્ય વક્તા શ્રી નિરંજનભાઇ વ્યાસ માંડવી વાળા રહ્યા હતા .
આ મહોત્સવ પ્રસંગે ગામના લોકો દ્વારા રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી મહારાજની વેશભૂષા સાથે કાર્યક્રમને ભવ્ય બનાવ્યો.. વિશેષમાં ગામની દીકરીઓ નીયાણીઓ આ કથાનું રસપાન નો લ્હાવો મળેલ જેને દીકરીઓ એ આવા કથા સત્સંગ થતાં રહે એવા આશિષ આપેલ..
અને હનુમાનજીના મંદિરે દર વર્ષની મુજબ આ વર્ષે પણ મારુતિ યજ્ઞનું આયોજન થયેલ અને ભજન , મારુતિ મહારાસ યોજાયેલ અને જયેશ મારાજ માંડવી જેવા હાસ્ય કલાકાર દ્વારા મોજ કરાવેલ.. આ મહોત્સવમાં સમસ્ત ગ્રામજનો એક પંગતે બેસીને મહાપ્રસાદ લીધેલ અને ગામની ગાયો માટે પણ લીલાચારાની વ્યવસ્થા દાતા નાં સહયોગથી કરેલ આમ સમસ્ત ગ્રામજનોના સાથ સહયોગ અને ઉમંગ અને ઉત્સાહ સાથે આ કથા ભવ્ય અને દિવ્ય રીતે યોજવામાં આવેલ…
અગાઉ થી કોઈ આયોજન ખર્ચ માટે વિચારણા વગર મહાપ્રસાદ સાથે કથા નક્કી થઈ પણ હનુમાનજી મહારાજ નાં આશીર્વાદ નિસ્વાર્થ ભાવે કાર્ય કરતા ભકતો સાથે છે જેનો આજનાં સમય માં પરચો બતાવ્યો અને સમગ્ર ખર્ચ માટે સમસ્ત ગામના અલગ અલગ દાતાઓ સ્વેચ્છાએ આગળ આવ્યા અને આ કથામાં આર્થિક સહયોગ પ્રભુ શ્રીરામજી ની કૃપાથી મળ્યો..
આ પ્રસંગે શિવશંકર રામજી જોશી મહારાજના પણ આશિષ મળેલ…