ઝુરા ગામમાં જૂની વાતનું મન દુખ રાખી છરીથી હુમલો કરનાર આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ

copy image

copy image

ભુજ ખાતે આવેલ ઝુરા ગામમાં જૂની વાતનું મન દુખ રાખી છરીથી હુમલો કરનાર આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવના ફરિયાદી વિનોદ ભીમજીભાઈ મહેશ્વરી પોતાના ઘરે હતા તે દરમ્યાન આરોપી શખ્સે ત્યાં જઈ ઝઘડો કરવા સાથે ગાળાગાળી કરી હતી. તેમજ અન્ય આરોપીએ ફરિયાદીને પકડી રાખી અને તેના પર છરી વડે હુમલો કરી દેવામાં આવેલ હતો ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલ હતી. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગની વધુ તપાસ હાથ ધરી છે.