કચ્છ જીલ્લા ભાજપ દ્વારા અંજાર ખાતે જીલ્લા કક્ષાનું આંબેડકર સન્માન સભા અને પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

કેન્દ્ર અને ગુજરાત સરકારે સંવિધાનના જનક એવા ડો. બાબસાહેબ આંબેડકરના જીવન ચરિત્રને સદાય અમરત્વ બક્ષ્યું છે તેવો વિચાર અને એકરાર અંજાર ખાતે જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલી ડો. બાબાસાહેબ આંબેડકરની સન્માન સભામાં ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકો સમક્ષ વ્યક્ત કરી તેમના કાર્યોને બિરદાવ્યા હતા.
અંજાર ખાતે ડો. આંબેડકરજીના સન્માન માટે ખાસ યોજાયેલી સન્માન સભા અને પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશથી ખાસ આવેલા પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા મહામંત્રી દેવેનભાઈ વર્માએ આજના પ્રસંગનું ઔચિત્ય વિશેષ હોવાનું કહી, ડો. બાબાસાહેબ આંબેડકરના દેશના બંધારણ ઘડતરમાં અમૂલ્ય યોગદાનને દેશ ક્યારેય ન ભૂલી શકે તેવું કહ્યું હતું. તેમણે આ કાર્યક્રમ દ્વારા પ્રબુદ્ધ નાગરિકો તેમના ચરિત્રને સદાય યાદ કરશે તેવું કહ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકોનું સ્વાગત કરતાં અંજાર વિભાગના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ડો. બાબાસાહેબના દેશના બંધારણ પરત્વેના પ્રદાનને યાદ કરી ગુજરાત સરકાર હરહંમેશ તેમનું યથોચિત સન્માન કરવા અગ્રેસર રહી છે તેવું કહીને તેમના જન્મદિવસે પ્રદેશ ભાજપ અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા અનેકવિધ કાર્યક્રમો અંગેની માહિતી આપી હતી.
કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે આ પ્રસંગે ડો. આંબેડકરના જીવનકવનની વાતો કરી તેમના જીવન ઉપરથી પ્રેરણા મળતી હોવાનું કહ્યું હતું. તેમણે દેશના મજબુત બંધારણના પાયામાં તેમના યોગદાનને યાદ કર્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા કે જેઓ આ સમગ્ર અભિયાનના પ્રદેશ ઈન્ચાર્જ તરીકે પણ જવાબદારી નિભાવે છે તેમણે જણાવ્યું હતું કે ભારતના બંધારણ થકી જ ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી બની શકી છે તેનું શ્રેય ડો. આંબેડકરને આપ્યું હતું. ડો. બાબાસાહેબના દેશ પ્રત્યેના ઋણને યાદ કરી તેમને મહામાનવ ગણાવ્યા હતા.
ગાંધીધામ વિભાગના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પણ પ્રસંગોચિત ઉદ્બોધન કરતાં ડો. આંબેડકારજીના પ્રેરણાત્મક જીવન વિશે વાત કરી હતી. તેમણે આજના કાર્યક્રમમાં તેમના સન્માનને યથિચિત ગણાવી દેશના પાયાના નેતાઓમાં ડો. આંબેડકારજીના પ્રબુદ્ધ વ્યક્તિત્વમાંથી શીખ મળતી હોવાનું કહ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુવભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડો. બાબસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જીલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, જીલ્લા ભાજપ મહામંત્રીઓ દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય, સમગ્ર અભિયાનના જીલ્લાના સહ ઈન્ચાર્જ જયંતભાઈ માધાપરીયા, જીલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન કુંવરબેન મહેશ્વરી, જીલ્લા ભાજપ અનુસૂચિત મોરચા મહામંત્રીઓ પ્રેમજીભાઈ મંગેરિયા, રવિભાઈ ગરવા, અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, અંજાર તાલુકા પંચાયત પ્રમુખ શોભનાબા જાડેજા, અંજાર શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, અંજાર તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ આહિર, અંજાર શહેર અને તાલુકા સંગઠનના મહામંત્રીઓ કૃપાલસિંહ રાણા, અશ્વિનભાઈ સોરઠિયા, કાનજીભાઈ આહિર, રૂપાભાઈ રબારી તેમજ અપેક્ષિત શ્રેણીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીલ્લા ભાજપ મંત્રી વસંતભાઈ કોડરાણીએ જ્યારે આભારવિધિ જીલ્લા ભાજપ અનુસૂચિત મોરચા અધ્યક્ષ અશોકભાઈ હાથીએ કરી હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.