એચ.જે.ડી ઇન્સ્ટિટયૂટની એન.સી.સી નેવલ વીંગની કેડેટ જમ્મુ કાશ્મીર પહેલ ગામ ખાતે ઓલ ઇન્ડિયા સ્પેશિયલ એડવેન્ચર કેમ્પમાં ભાગ લીધો

ભુજ તાલુકા ના કેરા નજીક આવેલી સ્વ. કાનજી કરશન હાલાઇ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ
સંચાલિત એચ.જે.ડી ઇન્સ્ટીટ્યુટ મા એન.સી.સી આર્મી અને નેવી વિંગ ચાલે છે. એન.સી.સી નેવી વિંગ ની
પી.ઓ કેડેટ જયશ્રી હીરાણી જમ્મુ કાશ્મીર પહેલગામ ખાતે તારીખ ૦૬ ઍપ્રિલ થી 15 ઍપ્રિલ ૨૦૨૫
દરમિયાન ઓલ ઇન્ડિયા સ્પેશિયલ એડવેન્ચર કેમ્પમાં ભાગ લીધો હતો. વર્લ્ડની ફેમસ માઉન્ટેનરીંગ ઇન્સ્ટિટયૂટ
જવાહર ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ એન્ડ વિન્ટર સ્પોર્ટ્સ ના ટ્રેનરો દ્વારા જીપ લાઈન, સ્ટ્રીમ કોર્સિંગ,
સર્વાઇવલ, ટ્રેકિંગ, ક્લાઇમ્બિંગ, રેપેલિંગ, ટેન્ટ પિચિંગ ની એવરેસ્ટ ક્લાઈમ્બ કરેલા ટ્રેનરોએ ટ્રેનિંગ આપી હતી.
આ ટ્રેનિંગ દરમિયાન જયશ્રી હીરાણીએ બેસ્ટ ક્લાઈમ્બર અને બેસ્ટ કેડેટ નો એવોર્ડ મેળવ્યો હતો.
આ સિદ્ધિ માટે એચ.જે.ડી ઇન્સ્ટીટ્યુટ ના નેવલ ઓફિસર ગજેન્દ્રસિંહ સોઢા અને ૫ ગુજરાત નેવલ યુનિટ
એન.સી.સી ભુજ ના કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ દીપકાંત શર્મા સર પણ આ સિદ્ધિને બિરદાવી હતી. આ
સિદ્ધિ ને માટે સંસ્થા ના ચેરમેન ડો.જગદીશભાઈ હાલાઈ સરએ વધાવી હતી અને એન.સી.સી કેડેટ્સ આ રીતે
જ સંસ્થા નું, આપના કચ્છ નું અને આગળ જતા આખા દેશ નું નામ રોશન કરે એવી સુભ પાઠવી હતી.