ભચાઉના છાડવારાથી આંબલિયારા તરફ જતા માર્ગેથી 20 હજારની રોકડ સાથે પાંચ ખેલીઓની થઈ ધરપકડ

copy image

copy image

   ભચાઉ ખાતે આવેલ છાડવારાથી આંબલિયારા તરફ જતા માર્ગેથી પાંચ જુગારપ્રેમીઓને 20 હજારની રોકડ સાથે પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉ ખાતે આવેલ છાડવારાથી આંબલિયારા તરફ જતા માર્ગ પર મેલડી માતાનાં મંદિરની બાજુમાં આવેલી બાવળની ઝાડીમાં અમુક ઈશમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા તે દરમ્યાન અચાનક આવેલ પોલીસે અહી રેડ પાડી રોકડ રૂા. 20,500  સાથે પાંચ ખેલીઓને રંગે હાથ દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.