ગાંધીધામ ખાતે આવેલ શિણાયના તળાવમાં ન્હાવા ગયેલ યુવાનનું ડૂબી જતાં મોત
copy image

ગાંધીધામ ખાતે આવેલ શિણાયના તળાવમાં ન્હાવા ગયેલ યુવાનનું ડૂબી જતાં મોત થયેલ છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના મહેશ્વરીનગર વિસ્તારમાં રહેનાર 36 વર્ષીય બાબુ અરજણ જોલા નામનો યુવાન બપોરના અરસામાં મિત્રો સાથે શિણાય ખાતે આવેલ હતો. અહીં તળાવમાં ન્હાવા જતાં કોઇ કારણોસર ઊંડા પાણીમાં ગરક થઈ ગયેલ હતો. જેથી તેને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે નોંધા કરી આગળની વધુ તપાસ આદરી છે.