ગાંધીધામમાં જાહેરમાં આંકડો લેતા શખ્સને પોલીસે દબોચ્યો
copy image

ગાંધીધામમાં જાહેરમાં લોકો પાસેથી આંકડો લેતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના રમતગમત સંકુલના ખૂણા નજીક કોઈ ઈશમ બાઈક પર બેસીને મોબાઈલમાં આંકડાનો જુગાર રમી રહ્યો હતો. આ શખ્સને પોલીસે રંગે હાથ દબોચી લઈ તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઈશમ મોબાઈલમાં વોટ્સએપ થકી મિલન નાઈટ ઓપનમાં આંકડાનો જુગાર રમી રહ્યો હતો. પકડાયેલ શખ્સ પાસેથી પાસેથી મોબાઈલ, બાઈક, રોકડ રૂા. 980 કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.