હત્યા કે આત્મહત્યા : અંતરજાળના તળાવમાં કિડાણાનો 21 વર્ષીય યુવાન ડૂબેલી હાલતમાં મળી આવ્યો

copy image

copy image

અંતરજાળના તળાવમાં કિડાણાનો 21 વર્ષીય યુવાન ડૂબેલી હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કિડાણાના રાધેનગરમાં રહેનાર ગૌરવ અર્જુનલાલ કુડિયા નામનો યુવાન ગુમ થતાં મથકે ગુમનોંધ કરવવામાં આવેલ હતી. તેમજ તેના પરિવારજનો  તેની શોધખોળ કરી રહ્યા હતા. તેની વચ્ચે આ યુવાન અંતરજાળના પાતાળિયા હનુમાન મંદિર પાછળ આવેલાં તળાવમાંથી મૃત હાલતમાં મળી આવેલ હતો. આ યુવાનએ આપઘાત કર્યો હશે કે તેના મોત કોઈ અન્ય કારણો છે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આરંભી છે.