ભચાઉના ચોપડવા નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં યુવાનનું મોત
copy image

ભચાઉના ચોપડવા નજીક આગળ જતી ટ્રકમાં પાછળથી ડમ્પર અથડાતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પરચાલક ભરત ગામોટ નામના યુવાનનું મોત થયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉ ખાતે આવેલ ચોપડવા ઓવરબ્રિજ નજીક આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો, જેમાં ભરત નામનો ચાલક ડમ્પરમાં સૂરજબારીથી મીઠું ભરીને કંડલા આવી રહ્યો હતો.તે સમયે સમયે આગળ જતી ટ્રક-ડમ્પર ના ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળથી આવતું ડમ્પર તેમાં અથડાયું હતું. સર્જાયેલ અકસ્માતમાં આ યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર ઇજાઓના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.