વાગડ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવાનો પ્રયાસ કરનાર બિહારના શખ્સને બી.એસ.એફ.ની ટીમે દબોચી લીધો
copy image

સૂત્રો જણાવી રહ્યા છે વાગડ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવાનો પ્રયાસ કરનાર બિહારના શખ્સને દબોચી લેવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક જિઓ લાઈન પર આવેલા પિલર નં. 992 નજીકથી તથા બી.એસ.એફ.ની ઝઝામ બીઓપી પાસેથી સરહદ પાર કરવાની પેરવી કરનાર સમીર સમશેર અંસારી મહમદ(રહે.દામોદરપુર મુજફર નગર, બિહાર) નામના શખ્સને બી.એસ.એફ.ના જવાનોએ ઝડપ્યો હતો. ગત તા.17/4ના આ શખ્સ પંખેરાપીર લોદરાણી આવેલ હતો. અહીંથી 35 KM દૂર રણ વાટે સરહદે ઉપર આવેલા જીરો પોઈન્ટ સુધી પહોંચ્યા બાદ સરહદ ઓળંગવાની પેરવી દરમ્યાન બી.એસ.એફ.ની ટીમે તેને દબોચી લીધો હતો. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે બી.એસ.એફ. દ્વારા પકડાયેલા આ શખ્સને બાલાસર પોલીસને હવાલે કરી દેવાયો છે. આ મામલે આગળની વધુ તજવીજ હાથ ધરવામાં આવાઈ હોવાનું સામે આવ્યું છે.