યુવતીની ફેક આઇ.ડી. બનાવી ફોટા વાયરલ કરનારને બનાસકાંઠાથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી સાયબર ક્રાઇમ તથા માધાપર પોલીસ

copy image

copy image

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ તથા વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી રવિરાજસિંહ જાડેજા નાયબ પોલીસ અધિક્ષક, ભુજ વિભાગ-ભુજનાઓએ સ્ત્રી અત્યાચાર તથા સાયબર ક્રાઇમના ગુનાઓ બનતા અટકાવવા તેમજ આવા ગુના આચરતા આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સુચના માર્ગદર્શન આપેલ હોય,

માધાપર મધ્યે રહેતી પરણીત યુવતી સાથે આજથી પંદરેક દિવસ પહેલા આરોપીએ ભોગ બનનાર યુવતીને પોતાના ફોનથી વિડીયો કોલ કરી યુવતીનું પોતાના મોબાઇઇમાં સ્ક્રીનશોટ પાડી ત્યારબાદ આરોપીએ યુવતીને પોતાનાથી વાત કરવા અને વાત ન કરે તો તેના સ્ક્રીનશોટમાં લીધેલ ફોટા વાયરલ કરવા ધમકી આપેલ તેમજ ભોગ બનનાર યુવતીની ઇન્સ્ટાગ્રામમાં તથા ફેસબુક ની ખોટી આઇ.ડી. બનાવી જેમાં ભોગ બનનાર યુવતીના ફોટા અપલોડ કરી ભોગ બનનાર યુવતીને બદનામ કરવાના ઇરાદે હેરાન પરેશાન કરતો હોય જે બાબતે ભોગ બનનાર પોલીસ સ્ટેશન આવતાં જે ગુનાની ગંભીરતા સમજી આ બાબતે તાત્કાલીક આઇ.ટી.એકટ તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ.

ઉપરોકત ગુના કામે સંડોવાયેલા આરોપીને માધાપર પોલીસ તથા સાયબલ સેલ પશ્ચિમ કચ્છ-ભુજના પો.સબ.ઇન્સ.શ્રી એચ.જી.દેવમણીનાઓએ ટેકનીકલ રીસોર્સથી સંયુકત કામગીરી કરી તાત્કાલીક બનાસકાઠાં જીલ્લાના સુઇગામ તાલુકાના ભરડવા ગામેથી કોર્ડન કરી માધાપર પોલીસ સ્ટેશન લઇ આવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપી

(૧) મુકેશ કરશનગીરી ગોસ્વામી, ઉ.વ.૨૬, રહે. ગામ-ભરડવા, તા.સુઇગામ,

જી.બનાસકાઠાં