“વાયર ચોરીના ગુનાઓને અંજામ આપનાર ચોરીની ગેંગ વિરૂધ્ધ સંગઠીત ગેંગનો ગુનો દાખલ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ ”
પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જીલ્લામાં મિલ્કત સંબધી ચોરીના વધતા જતા બનાવો અટકાવવા માટે તેમજ અગાઉ આવી ગેંગ બનાવી મિલ્કત સંબધી ગુનાઓ આચરતા ઇસમો વિરુધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી અટકાયતી પગલાં લેવા સુચના આપેલ.
જે સૂચના અનુસંધાને એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી એચ.આર.જેઠી સાહેબ તથા વાય.કે.પરમાર સાહેબનાઓએ આવા મિલ્કત સંબધી ગુનાઓ અગાઉ આચરેલ તેવી ગેંગના આરોપીઓ (૧) હનીફ ઉર્ફે બોચો કાસમ કુંભાર, રહે. ભુતેશ્વર કુંભાર ફળીયુ, ભુજ-કચ્છ (૨) વસીમ જુસબ કુંભાર, રહે. અમનનગર કોલોની, અમનનગર ચાર રસ્તા પાસે, ભુજ-કચ્છ(૩) અબ્બાસ અલીમામદ કકલ, રહે. ભુતેશ્વર વિસ્તાર, ભુજ-કચ્છ (૪) સુલતાન હુસેન કુંભાર, રહે. ભુજ-કચ્છ (૫) સુલેમાન ઉર્ફે સલુ ઇસ્માઇલ સંગાર, રહે. બાડીયારા, તા. નખત્રાણા (૬) સિકંદર જાફર લુહાર, રહે. લુહારવાસ, મોટી બાલાચોડ, તા. અબડાસાવાળાઓ પોતે અને સંયુકત રીતે મળીને ટોળકીમાં સામેલ થઈ પશ્ચિમ કચ્છ જિલ્લાના જખો પો.સ્ટે., જખો મરીન પો.સ્ટે., દયાપર પો.સ્ટે., નલીયા પો.સ્ટે., નખત્રાણા પો.સ્ટે., ગઢશીશા પો.સ્ટે., માંડવી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ વાયર ચોરીઓ કરી, પોતાના આર્થિક ફાયદા સારૂ લોકોના જાનમાલને નુકશાન કરી આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ આચરે છે અને તેઓની આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ સતત ચાલુ રાખેલ છે.
જેથી ઉપરોકત જણાવેલ છ આરોપીઓએ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૧૨(૧) મુજબ સંગઠીત અપરાધ ટોળકીના સભ્ય હોઇ, એકલા અને સંયુકત રીતે કેબલ વીજ વાયરોની ચોરી કરી પોતાની ગેરકાયદેસરની ગુનાહીત પ્રવૃતિ સતત છેલ્લા દસ વર્ષની મુદત અંદર ચાલુ રાખેલ છે જેથી મજકુર ઇસમો વિરુધ્ધ એલ.સી.બી.ના પો.સબ ઇન્સ.શ્રી એચ.આર.જેઠી સાહેબનાઓએ શ્રી સરકાર તરફે ફરીયાદી બની આ ચોર ટોળકીના સભ્યો વિરૂધ્ધ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમા રીઢા વાયર ચોરીઓના સભ્યો ગેંગ (ટોળકી) બનાવી સમાન ઇરાદો પર પાડવા માટે ગુનો દાખલ કરાવેલ જે ગુના કામેના ટોળકીના સભ્યો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબનાઓના સીધા માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.શ્રી એચ.આર.જેઠી સાહેબ તથા એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, સુરેન્દ્રસિંહ ઝાલા, શક્તિસિંહ ગઢવી, રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. જયદેવસિંહ જાડેજા તથા જીવરાજભાઇ ગઢવી વિગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા અને ઉપરોક્ત છ આરોપીઓ પૈકી બે આરોપીઓની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તાત્કાલીક પકડી હસ્તગત કરી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી માટે સોંપવામા આવેલ છે.
→ પકડાયેલ આરોપીઓ
હનીફ ઉર્ફે બોચો કાસમ કુંભાર, રહે. ભુતેશ્વર કુંભાર ફળીયુ, ભુજ-કચ્છ
અબ્બાસ અલીમામદ કકલ, રહે. ભુતેશ્વર વિસ્તાર, ભુજ-કચ્છ અબ્બાસ અલીમામદ કકલ, રહે. ભુતેશ્વર વિસ્તાર, ભુજ-કચ્છ
પકડવાના બાકી આરોપીઓ
વસીમ જુસબ કુંભાર, રહે. અમનનગર કોલોની, અમનનગર ચાર રસ્તા પાસે, ભુજ-કચ્છ
સુલતાન હુસેન કુંભાર, રહે. ભુજ-કચ્છ
સુલેમાન ઉર્ફે સલુ ઇસ્માઇલ સંગાર, રહે. બાડીયારા, તા. નખત્રાણા
સિકંદર જાફર લુહાર, રહે. લુહારવાસ, મોટી બાલાચોડ, તા. અબડાસા