આદિપુરમાં સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં ઘાયલ યુવાનનું સારવાર દરમ્યાન મોત થતાં મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો
copy image

ગત તા. 16/4ના આદિપુરમાં ટાગોર રોડ પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બાદ બે વિદ્યાર્થીઓના મોત બાદ રાજકોટ સારવારમાં રહેલા સમીર રહીમ ત્રાયાનું મોત થતાં મૃત્યુઆંક ત્રણે પહોંચ્યો છે. આ બાનવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ એસ.ટી.ની વોલ્વો બસે પહેલા એક્ટિવા અને બાદમાં સામેથી આવતી બાઈકને હડફેટમાં લીધી હતી. આ ગોઝારા બનાવમાં રીતુ લક્ષ્મીનારાયણ સાધુપલ્લવી નામની યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે અન્ય વિદ્યાર્થિની તોલાણી મોટવાણી કોલેજમાં બી.બી.એ.નું અભ્યાસ કરનાર અંકિતા ભરત ઝીલરિયાનું સારવાર દરમ્યાન મોત થયું હતું. તેમજ રાજકોટ સારવારમાં રહેલા સમીર રહીમ ત્રાયા નામના યુવાન મોત થતાં મૃત્યુઆંક ત્રણે પહોંચ્યો હતો.