ત્રણ લાખનો ચેક ફરતા માધાપરનો આરોપી એક વર્ષ માટે જેલના હવાલે
copy image

ત્રણ લાખનો ચેક ફરવાના કેસમાં માધાપરના આરોપીને એક વર્ષની કેદ ફટકારવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માધાપરના આરોપી મુકેશ મનજીભાઇ મહેશ્વરીએ ભુજના ફરિયાદી આનંદ જગદીશ સોની પાસેથી ધંધાર્થે રૂા. ત્રણ લાખ હાથ ઉછીના લીધા હતા. જે પેટે આપવામાં આવેલ ચેક પરત ફરતા આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવવામાં આવેલ હતી. જેમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ ફરિયાદીને વળતર પેટે 60 દિવસમાં ચૂકવવા અને વળતર ન ચૂકવે તો વધુ બે માસની કેદનો આદેશ જાહેર કર્યો છે.