ભચાઉ નજીકથી દેશી બંદૂક સાથે એક શખ્સ પોલીસના સકંજામાં

copy image

copy image

  ભચાઉ નજીકથી દેશી બંદૂક સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે સાંજા અરસામાં પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉના કોલિયાસરી વિસ્તારમાં રહેનાર નિકુલ અમરશી કોળી નામના શખ્સે જૂનાવાડાથી ગણેશ ટીંબી જતાં જમણીબાજુ કાચા માર્ગ પાસે બાવળની ઝાડીમાં બંદૂક છુપાવી રાખેલ છે. મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી અને આ શખ્સને દબોચી લીધો હતો, તેણે બાવળની ઝાડીમાંથી દેશી બંદૂક કાઢી આપી હતી. પોલીસે પકડાયેલ ઈશમ પાસેથી બંદૂક સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.