મો.સા ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી આદિપુર પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી મુકેશ ચૌઘરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ જીલ્લામાં બનતા ચોરીના બનાવો રોકવા સુચના આપેલ હોય જે આધારે પો.ઈન્સ.શ્રી એમ.સી વાળા આદિપુર પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન મુજબ આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન એચ.સી.ભાવીનભાઈ બાબરીયા તથા પી.સી.અમરીશભાઈ ચાવડાનાઓને ચોકકસ બાતમી તથા હ્યુમનસોર્સ આધારે મો.સા ચોરીના ગુનામા સંડોવાયેલ બાળ કિશોરને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદામાલ બાઈક રિકવર કરી અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ –
કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર
ગુનાની વિગત:-
આદિપુર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૫૯૦/૨૦૨૪ બી.એન.એસ.કલમ ૩૦૩ (૨) મુજબ
રિકવર કરેલ મુદામાલ
ટી.વી.એસ.કંપનીનુ રાઈડર મો.સા કિ.રૂ-૯૬,૦૦૦/-
આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી એમ.સી વાળા તથા પો.સબ.ઇન્સ આર.એમ ડુવા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારી દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે.