કલેક્ટર કચેરી કચ્છ ખાતે અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ માટે નિઃશુલ્ક મેડીકલ ચેક-અપ કેમ્પ યોજાયો

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરીના માર્ગદર્શન હેઠળ જી.કે.જનરલ હોસ્પિટલ, એલર્ટ ઈન્ડિયા એનજીઓ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તેમજ ટોટલ હેલ્થ સોલ્યુશનના સંયુક્ત ઉપક્રમે કચ્છ કલેક્ટર કચેરી ખાતે નિ:શુલ્ક જનરલ મેડીકલ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ આ કેમ્પની મુલાકાત લઈને મહત્તમ સંખ્યામાં અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને મેડિકલ ચેકઅપ કરાવવા માટે પ્રોત્સાહન પુરું પાડ્યું હતું.
કલેક્ટર કચેરી ભુજ ખાતે વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને કચેરીમાં આવેલા અરજદારોના ઊંચાઈ-વજન માપન, બ્લડ પ્રેશર મોનિટરિંગ, રેન્ડમ બ્લડ સુગર ટેસ્ટ, બ્લડ ગ્રૂપ ચેકઅપ, ટીબી ટેસ્ટ, ચેસ્ટ એક્સ-રે વગેરેની તપાસ કરવામાં આવી હતી. આ નિદાન બાદ જરૂરિયાત મુજબની દવાઓ અને માર્ગદર્શન નિષ્ણાંત તબીબો દ્વારા આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૧૦૦થી વધારે અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓ સહભાગી બન્યા હતા.
આ કેમ્પના આયોજન દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની સાથે નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, પ્રાંત અધિકારીશ્રી ડૉ.અનીલ જાદવ, જનસંપર્ક અધિકારીશ્રી હરેશ વાડા, કલેક્ટરના ચીટનીશશ્રી ચિરાગ નિમાવત વગેરે અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર મેડિકલ કેમ્પનું સંકલન શ્રી એમ.આઇ.બાયડ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ મેડિકલ કેમ્પમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, જી.કે.જનરલ હોસ્પિટલ, રેડક્રોસ સોસાયટીની સંયુક્ત મેડિકલ ટીમોએ સેવા આપી હતી. અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. દિનેશ સુતરીયા, જિલ્લા ટીબી અધિકારીશ્રી ડો. મનોજ દવે, મેડિકલ ઓફિસર ડૉ.વૈશાલી ડાભી, ડો.વસીમ ગુંદાવાલા, શ્રી વાઘેલા અજીતસિંહ, NCD DPC વિપુલ દેવમુરારી, શ્રી ગઢવી ધર્મેન્દ્ર સી., શ્રી ઈસ્માઈલ સમા સહિત આરોગ્યકર્મીઓએ કેમ્પમાં સેવા આપી હતી. જિલ્લા કલેક્ટરશ્રી મેડિકલ કેમ્પના આયોજનને મહત્વપૂર્ણ ગણાવીને તમામ સંસ્થાઓની તબીબી કામગીરીને બિરદાવી હતી.