ગાંધીધામમાં બાવળની ઝાડીમાંથી નવજાત અને તરછોડી દેવાયેલ મૃત બાળકી મળી આવી

copy image

copy image

ગાંધીધામમાં  બાવળની ઝાડીમાંથી નવજાત અને તરછોડી દેવાયેલ મૃત બાળકી મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના સેકટર-14, રોટરી નગરમાં બાવળની ઝાડીમાંથી નવજાત અને તરછોડી દેવાયેલ મૃત બાળકી મળી આવી હતી. શહેરના સેકટર-14, રોટરી નગરમાં રહેતા અને કાસેઝની ખાનગી કંપનીમાં કામ કરતા દેવશી રતન મહેશ્વરી દ્વારા આ ગોઝારા બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ફરિયાદી ગત સવારે ઘરની નજીક આવેલા વાડામાં પક્ષીઓને ચણ નાખવા ગયેલ હતા. ચણ નાખતી વખતે તેમની નજર  બાવળની ઝાડીમાં રહેલ નવજાત બાળકી પર પડતાં ફરિયાદીએ આસપાસના લોકોને જાણ કરી હતી. આ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.