રાપર ખાતે આવેલ મોડામાંથી ગાંજા સાથે એક શખ્સની થઈ ધરપકડ

copy image

copy image

  રાપર ખાતે આવેલ મોડા ગામમાંથી એક શખ્સને પોલીસે ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે સૂત્રોનું કહેવું છે. પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મોડા ગામમાં રહેનાર મહેશ જીણા કોળી નામનો શખ્સ પોતાના ઘરે ગાંજાનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરતા આ શખ્સનાં ઘરમાંથી 158 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ઉપરાંત આ શખ્સે પોતાનાં મકાનનાં આંગણામાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું અને ચાર-પાંચ દિવસ પહેલાં પાંદડા, ફૂલ પોતે તોડીને તેને સૂકવીને પોતે પી ગયો હતો. પોલીસે આ સ્થળેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી ઈશમની અટક કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.