ગાંધીધામથી ભચાઉના ધોરીમાર્ગ પર મોડવદર ઓવરબ્રિજ નજીક અજાણ્યા વાહનની હડફેટે ચડતાં બાઇકચાલકનું મોત

copy image

ગાંધીધામથી ભચાઉ બાજુ જતા ધોરીમાર્ગ પર મોડવદર ઓવરબ્રિજ નજીક અજાણ્યા વાહનની હડફેટે ચડતાં બાઇકચાલકનું મોત થયું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 18/4ના અંજારના મોડવદરમાં સુપ્રીમ લુમ્બર્સમાં કામ કરી ત્યાં રહેનાર જહરૂલ નામનો યુવાન બાઈક પર બહાર ગયેલ હતો. આ યુવાન ગાંધીધામથી ભચાઉ તરફ જતા ધોરીમાર્ગ પર મોડવદર બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યો હતો તે સમયે અજાણ્યા વાહનના ચાલકે તેને ટક્કર મારતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.