માંડવી તાલુકાના માંડવી રૂરલના સરકારી સર્વે નંબર ૩૭૦ પૈકીમાં ગેરકાયદેસર દબાણ-બાંધકામ તોડીને સરકારી જમીન ખુલ્લી અને દબાણ મુક્ત કરવામાં આવી

સરકારી જમીન પરના અનધિકૃત દબાણ હટાવવાની કામગીરી ઝુંબેશરૂપે આજરોજ તા. ૨૪/૦૪/૨૦૨૫ ના માંડવી તાલુકાના મોજે માંડવી રૂરલ વિસ્તારના સરકારી, સિટી સર્વે અને નેશનલ હાઈવે હસ્તકની સરકારી જમીન પર કોમર્શીયલ હેતુ માટે ગેરકાયદેસર દબાણ-બાંધકામ દૂર કરવામાં આવેલ. આ કામગીરી અંતર્ગત શ્રી વી.કે. પટેલ, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટશ્રી માંડવી દ્વારા દબાણકર્તા શખ્સોને દબાણ હટાવવા નોટીસ આપવામાં આવેલ. જે ગેરકાયદેસર કોમર્શીયલ દબાણ -બાંધકામને આજરોજ ૧૧:૦૦ કલાકે જિલ્લા કલેક્ટરશ્રી, કચ્છ ભુજના માર્ગદર્શન તથા પ્રાંત અધિકારી, મુંદરાના સુપરવિઝન હેઠળ મામલતદારશ્રી, માંડવી, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટશ્રી, માંડવી, નાયબ મામલતદારશ્રી, દબાણ-માંડવી, સર્વેયરશ્રી સિટી સર્વે કચેરી, માંડવી, નગરપાલિકા-માંડવી, નેશનલ હાઈવે વિભાગના ઈન્જીનીયસ્ત્રી, માંડવી તથા પોલિસ ઇન્સ્પેક્ટરશ્રી, માંડવી તેઓની ટીમ તથા પીજીવીસીએલ ટીમની હાજરીમાં આ જમીન દબાણ મુક્ત અને ખુલ્લી કરવામાં આવી.

આ કામગીરી બાદ કુલ અંદાજીત ૮૮૦ ચોમી અને અંદાજે કિંમત જંત્રી મુજબ ૬૩,૩૬,૦૦૦/- (અંકે રૂપીયા ત્રેસઠ લાખ છત્રીસ હજાર) ની જમીન દબાણ મુક્ત કરી ખુલ્લી કરાવવામાં આવી તેવું પ્રાંત અધિકારીશ્રી મુંદરા-કચ્છની યાદીમાં જણાવવામાં આવ્યું.