નાના લાયજા નજીકથી મોપેડમાં શરાબ લઈ જતા એક શખ્સને દારૂની 20 બોટલ સાથે પોલીસે દબોચ્યો

copy image

નાના લાયજા નજીકથી મોપેડમાં શરાબ લઈ જતા એક શખ્સને દારૂની 20 બોટલ સાથે પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત રાત્રે પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, નાના લાયજા ફાટક નજીકથી જ્યુપીટર મોપેડ પર દારૂ સાથે કોઈ શખ્સ પસાર થઈ રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપી ઈશમને હકીકત વાળા સ્થળ પરથી દબોચી લઈ ડેકીમાં અલગ-અલગ બ્રાન્ડની શરાબની 20 બોટલ કબ્જે કરી હતી. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.