ભચાઉના છાડવારામાંથી પાંચ ખેલીઓની થઈ ધરપકડ
copy image

ભચાઉ ખાતે આવેલ છાડવારામાંથી પાંચ ખેલીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉ ખાતે આવેલ છાડવારામાં રાજુ મોતી કોળીના ઘર બહાર જાહેર જગ્યામાં અમુક ઈશમો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી પાંચ જુગારીઓને દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રૂા. 12,300 સહિતની રોકડ સાથેનો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.