જૂના કટારિયામાંથી ત્રણ પત્તાપ્રેમીઓ દબોચાયા
copy image

જૂના કટારિયામાંથી પોલીસે ત્રણ પત્તાપ્રેમીઓને દબોચી લીધા છે ત્યારે આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ જૂના કટારિયામાં આવેલ બહુચર માતાનાં મંદિરની નજીકની શેરીમાં પોલીસે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન અહીથી ત્રણ જુગારીઓને પોલીસે દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.