કચ્છના પ્રવેશદ્વાર પર કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ

image-223

copy image

copy image

 સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને ભારત-પાકિસ્તાનની રણ સીમાને અડીને આવેલા કચ્છ જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આડેસર હાઈવે પર કચ્છના પ્રવેશદ્વાર પર કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત કચ્છ જિલ્લામાં પ્રવેશતી તમામ ગાડીઓની આડેસર ચેકપોસ્ટ પર ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, સરહદી વિસ્તારોમાં BSF અને પોલીસ દ્વારા પેટ્રોલિંગમાં પણ વધારો કરી દેવાયો છે.