પડાણા નજીક ઇકો કારને અજાણ્યા વાહને હડફેટમાં લેતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં મુંદ્રાના આધેડનું મોત
copy image

ગાંધીધામ ખાતે આવેલ પડાણા નજીક ઇકો કારને અજાણ્યા વાહને હડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં મુંદ્રાના આધેડનું મોત થયુ હતું. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદ્રામાં રહેનાર આદમભાઇ પોતાની કાર લઈને ભચાઉથી ગાંધીધામ આવતા ધોરીમાર્ગ પર આવી રહ્યા હતા ત્યારે પડાણાના રામદેવપીર મંદિર નજીક પહોંચતાં કોઇ અજાણ્યા વાહને તેમની કારને હડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં આધેડને સહિતની જગ્યાએ ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.