ગેરકાયદેસર રોહિંગીયા અને બાંગ્લાદેશીઓ સામે મોટી કાર્યવાહી

અમદાવાદ અને સુરત શહેરોમાં ગેરકાયદેસર રોહિંગીયા અને બાંગ્લાદેશીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આમાં અમદાવાદ અને સુરત પોલીસે કોઈ ભૂલ ન થાય તેની કાળજી લીધી
અમદાવાદમાં ૮૯૦ બાંગ્લાદેશીઓની અટકાયત અને સુરત શહેરમાં ૧૩૫ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની સફળતાપૂર્વક અટકાયત કરી હતી.
ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે પહેલાથી સંયુક્ત પૂછપરછ હાથ ધરી અને ડિમોલેશનની કામગીરી કરવામાં આવશે.
સ્થાનિક પોલીસ મારફતે ખૂબ સારું કામ કરવામાં આવી રહ્યું છે. સાથે કેન્દ્રીય દળોની મદદથી ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
સમગ્ર રાજ્યના દરેક જિલ્લામાં આવી કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી છે.અને અટકાયત કરાયેલા લોકોમાં પુરુષો અને સ્ત્રીઓની સંયુક્ત પૂછપરછ કરી ટેકનોલોજી દ્વારા, આપણે એ પણ જાણી શકીશું કે તેઓ કયા વિસ્તાર અને કયા ગામના છે.
જાન્યુઆરીમાં લગભગ 30 બાંગ્લાદેશીઓને દેશનિકાલ કરવામાં આવ્યા હતા.
ભવિષ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે, તેઓ કેવી રીતે આવે છે, ક્યાં જાય છે અને તેમનો સ્ત્રોત કોણ છે તે શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને આ સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવવો તે અંગે રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. વિવિધ પુરાવાઓ પરથી જાણવા મળ્યું છે કે તેઓ રોહિંગીયા બાંગ્લાદેશી છે.
આ પ્રક્રિયામાં ક્યારેક ઓછો સમય લાગશે, ક્યારેક વધુ પરંતુ કડક તપાસ કરીને ગેરકાયદેસર રોહિંગીયાઓ દેશનિકાલ કરવામાં આવશે.
રિપોર્ટ બાય : અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
બાઈટ: ડીજીપી વિકાસ સહાય