ભચાઉના વોંધડા નજીક બે ટ્રક વચ્ચે દબાઈ જતાં 23 વર્ષીય યુવાનનું મોત

acc

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ વોંધડા નજીક બે ટ્રક વચ્ચે દબાઈ જતાં 23 વર્ષીય યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ જીવલેણ અકસ્માત વોંધડા નજીક મુરલીધર હોટેલ પાસે સર્જાયો હતો. આ બનાવમાં ગાંધીધામના રોહિતકુમાર અવધેશ જાદવ નામના યુવાનનું મોત થયું છે. હતભાગી યુવાન ટ્રક લઇને નીકળ્યો હતો. તે વોંધડા નજીક પહોંચ્યો હતો તે સમયે પોતાનું વાહન ચાલુ રાખી ટ્રક પાછળ ઊભો હતો. ત દરમ્યાન તેનું વાહન પાછળ રળતાં આ યુવાન પોતાના તથા પાછળ ઊભેલી ટ્રક વચ્ચે દબાઇ ગયો હતો. સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજાઓના પગલે આ યુવાનનું મોત થયું હતું.