રાપરના બામણસરની હોટેલમાંથી મોબાઈલની ઉઠાંતરી

copy image

copy image

રાપર ખાતે આવેલ બામણસરની એક હોટેલમાંથી રૂા. 10,000ના મોબાઈલની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરેન્દ્રનગરમાં રહેનાર ફરિયાદી મુબારક યુનુસ ઠાસરિયા અને શરીફ રમજાન જરગેલા આડેસર બાજુ મરચાં વેચવા આવેલ હતા. ગત તા; 21/4નારોજ વહેલી સવારના અરસામાં ફરિયાદી એકતા હોટેલ પર ચા પીવા અર્થે રોકાયા હતા. જ્યાં ફરિયાદી પોતાનો ફોન ભૂલી ગયો હતો. બાદમાં પરત આવી તપાસ કરતાં મોબાઈલ  ગાયબ જણાયો હતો ઉપરાંત પોતાના નંબર પર કોલ કરતાં ફોન બંધ જણાયો હતો. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.